સ્કીપ ટુ કન્ટેન્ટ


ઈશ્વર પાસેથી શીખવા તમને કોઈ મદદ કરશે

દુઃખ જશે, સુખ આવશે

આ ચોપડીમાંથી તમને મફત શીખવવામાં આવશે. તમને આવા સવાલોના જવાબ મળશે:

  • હું કઈ રીતે જીવનમાં ખુશ રહી શકું?

  • શું ક્યારેય બૂરાઈ અને દુઃખોનો અંત આવશે?

  • શું હું ક્યારેય મારાં ગુજરી ગયેલાં સગાં-વહાલાં કે દોસ્તોને મળી શકીશ?

  • શું ઈશ્વરને મારી કંઈ પડી છે?

  • હું કઈ રીતે પ્રાર્થના કરી શકું? ઈશ્વર મારી પ્રાર્થના સાંભળે એ માટે હું શું કરી શકું?

વિના મૂલ્યે

તમને વિના મૂલ્યે શીખવવામાં આવશે. તમને બાઇબલ અને દુઃખ જશે, સુખ આવશે ચોપડી પણ મફત આપવામાં આવશે.

તમને ફાવે એવા સમયે

તમે ચાહો તો કોઈ વ્યક્તિ તમને રૂબરૂ મળીને અથવા ફોન પર કે વીડિયો કોલ દ્વારા શીખવી શકે. તે તમને ફાવે એવા સમયે અને જગ્યાએ મળી શકે.

કોઈ દબાણ નથી

તમે કોઈ પણ સમયે શીખવાનું બંધ કરી શકો છો.

તમને કઈ રીતે શીખવવામાં આવશે?

કોઈ વ્યક્તિ તમારો સંપર્ક કરશે. તમને દુઃખ જશે, સુખ આવશે ચોપડીમાંથી શીખવવામાં આવશે. એની મદદથી તમે બાઇબલનો સંદેશો સારી રીતે સમજી શકશો. તમને એ પણ શીખવા મળશે કે મુશ્કેલીઓનો સામનો કરવા બાઇબલની સલાહ કઈ રીતે મદદ કરે છે. જો તમારે વધારે જાણવું હોય, તો આ વીડિયો જુઓ અથવા આ વિશે વારંવાર પૂછાતા સવાલોના જવાબ જુઓ.

શું તમે એની ઝલક જોવા માંગો છો?

દુઃખ જશે, સુખ આવશે ચોપડીના શરૂઆતના ત્રણ પાઠ જુઓ.

ચાલો શીખવાની શરૂઆત કરીએ

જો તમે બાઇબલમાંથી શીખવા ચાહતા હો, તો નીચેનું બટન દબાવો.