ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ જાન્યુઆરી ૨૦૧૭

આ અંકમાં ફેબ્રુઆરી ૨૭–એપ્રિલ ૨, ૨૦૧૭ માટેના અભ્યાસ લેખો છે.

તેઓએ પોતાને ખુશીથી સોંપી દીધા

બીજા દેશમાં જઈ સેવા કરી છે, એમાંની ઘણી બહેનો શરૂઆતમાં પરદેશ જવા અચકાતી હતી. તેઓએ કઈ રીતે હિંમત ભેગી કરી? એ સેવાથી તેઓને શું શીખવા મળ્યું?

“યહોવા પર ભરોસો રાખ અને ભલું કર”

જે સંજોગો આપણા હાથ બહાર છે, એને હાથ ધરવા યહોવા તૈયાર છે. પણ, તે ચાહે છે કે આપણે એટલું તો કરીએ જે આપણે કરી શકીએ છીએ. યોગ્ય વલણ જાળવવા ૨૦૧૭નું આપણું વાર્ષિક વચન આપણને કઈ રીતે મદદ કરે છે?

પસંદગી કરવાની છૂટને કીમતી ગણો

પસંદગી કરવાની છૂટ એટલે શું? એ વિશે બાઇબલ શું જણાવે છે? બીજાઓ પસંદગી કરવાની છૂટનો ઉપયોગ કરે ત્યારે તમે કઈ રીતે તેઓને માન બતાવી શકો?

મર્યાદામાં રહેવું શા માટે જરૂરી છે?

મર્યાદામાં રહેવું એટલે શું? મર્યાદામાં રહેવાને અને નમ્ર હોવાને શો સંબંધ છે? એ ગુણ કેળવવો શા માટે જરૂરી છે?

મુશ્કેલ સંજોગોમાં પણ મર્યાદામાં રહેવું શક્ય છે

સંજોગો બદલાય ત્યારે, બીજાઓ આપણી નિંદા કે પ્રશંસા કરે ત્યારે અને નિર્ણયો લઈએ ત્યારે કઈ રીતે મર્યાદા જાળવી શકીએ?

“એ બધું ભરોસાપાત્ર માણસોને સોંપી દે”

અનુભવી ભાઈઓ કઈ રીતે યુવાનોને વધુ જવાબદારી ઉપાડવા તૈયાર કરી શકે? યુવાનો કઈ રીતે બતાવી શકે કે, તેઓ એવા ભાઈઓની કદર કરે છે જેઓએ વર્ષો સુધી જવાબદારી ઉપાડી છે?

શું તમે જાણો છો?

પ્રાચીન સમયમાં અગ્નિને કઈ રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવતી?