ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ ડિસેમ્બર ૨૦૧૬

આ અંકમાં જાન્યુઆરી ૩૦–ફેબ્રુઆરી ૨૬, ૨૦૧૭ માટેના અભ્યાસ લેખો છે.

જીવન સફર

‘દરેક પ્રકારના લોકો સાથે તેઓના જેવો બન્યો’

પોતાની વર્ષો દરમિયાનની સેવામાં મળેલી અલગ અલગ સોંપણી દ્વારા ડેનટન હૉપકીનસનને એ જોવા મદદ મળી કે, યહોવા દરેક પ્રકારના લોકો પર પ્રેમ રાખે છે.

અપાર કૃપાને લીધે પાપની ગુલામીમાંથી આઝાદી મળી

યહોવાએ તમને પાપની ગુલામીમાંથી કઈ રીતે આઝાદ કર્યા છે, એ જાણવાથી તમને ઘણા ફાયદા થશે.

“પવિત્ર શક્તિ પર મન લગાડવાનો અર્થ થાય જીવન અને શાંતિ”

રોમનો અધ્યાય ૮માં આપેલી સલાહથી તમને એ ઇનામ મેળવવા મદદ મળશે, જે યહોવા આખી માણસજાતને આપવાના છે.

શું તમને યાદ છે?

છેલ્લા અમુક મહિનાના ચોકીબુરજ અંકો શું તમે ધ્યાનથી વાંચ્યા છે? એમાંના આ મુદ્દા, શું તમને યાદ છે?

તમારી સર્વ ચિંતાઓ યહોવા પર નાખી દો

અમુક સમયે ઈશ્વરના સેવકોને ચિંતા સતાવે છે. “ઈશ્વરની શાંતિ”નો લાભ મેળવવા ચાર વ્યવહારુ રીતો તમને મદદ કરી શકે.

યહોવાને દિલથી શોધનારાઓને તે ઈનામ આપે છે

ઈનામની આશા રાખવાથી કેવો ફાયદો થાય છે? અગાઉના સેવકોને યહોવાએ કેવું ઈનામ આપ્યું છે અને આજે તે કેવું ઈનામ આપે છે?

નમ્ર મિજાજ—ડહાપણભર્યો માર્ગ

કોઈક આપણી સાથે ખરાબ રીતે વર્તે ત્યારે મિજાજ શાંત રાખવો સહેલું નથી. છતાં, બાઇબલ ઈશ્વરભક્તોને મિજાજ શાંત રાખવા ઉત્તેજન આપે છે. ઈશ્વર જેવો આ ગુણ કેળવવા આપણને શું મદદ કરી શકે?

વિષયસૂચિ ચોકીબુરજ ૨૦૧૬

અભ્યાસ અંક અને જાહેર જનતા માટેના અંકમાં વિષય પ્રમાણે લેખોની સૂચિ.