સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

આફતથી ઘેરાયેલી દુનિયામાં

૩ | તમારા સંબંધો સાચવો

૩ | તમારા સંબંધો સાચવો

એ કેમ જરૂરી છે?

આજે દુનિયામાં તકલીફો એટલી વધી ગઈ છે કે લોકોનું જીવન મુશ્કેલ થઈ ગયું છે. લોકો પોતાનાં સગાં-વહાલાંથી દૂર થઈ ગયા છે. ક્યારેક તો તેઓને એની ખબર પણ પડતી નથી.

  • ઘણા લોકોએ પોતાના મિત્રો સાથે હળવા-મળવાનું અને વાતચીત કરવાનું ઓછું કરી દીધું છે.

  • ઘણા પતિ-પત્ની વચ્ચે ઝઘડા વધી રહ્યા છે.

  • ઘણા માબાપ પોતાનાં બાળકો પર ધ્યાન નથી આપી શકતા.

તમે શું ધ્યાનમાં રાખી શકો?

  • દરેક વ્યક્તિને જીવનમાં એક સાચા મિત્રની જરૂર હોય છે, ખાસ કરીને આફતના સમયે. સારા મિત્રો હોવાથી આપણે ખુશ રહી શકીએ છીએ. આપણને હિંમત મળે છે અને આપણી તંદુરસ્તી પણ સારી રહે છે.

  • મુશ્કેલીના સમયે ઘરના લોકો ટેન્શનમાં રહેતા હોય છે. ઘણી વાર એનાથી પણ સંબંધોમાં તિરાડ પડી શકે છે.

  • કેટલીક વાર ખરાબ સમાચારો સાંભળીને બાળકો ડરી જાય છે.

તમે હમણાં શું કરી શકો?

શાસ્ત્રમાં લખ્યું છે: “સાચો મિત્ર દરેક સમયે પ્રેમ બતાવે છે અને મુસીબતના સમયે તે ભાઈ બની જાય છે.”—નીતિવચનો ૧૭:૧૭.

એવા દોસ્તોનો વિચાર કરો જેઓ તમારી મદદ કરી શકે છે અને તમને સારી સલાહ આપી શકે છે. તેઓ સાથે સારા સંબંધો કેળવો. એમ કરવાથી આફતના સમયે તેઓ તમારી હિંમત વધારશે.