સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

૨: ખરાબ લોકો નરકમાં જાય છે

૨: ખરાબ લોકો નરકમાં જાય છે

૨: ખરાબ લોકો નરકમાં જાય છે

આ માન્યતા ક્યાંથી આવી? ‘બધા જાણીતા ગ્રીક ફિલોસોફરમાં પ્લુટોને ઘણું મહત્ત્વ આપવામાં આવે છે. તેણે નરક વિષે ઘણી ફિલસૂફી કરી હતી.’—ધ હિસ્ટરી ઑફ હેલ, પાન ૫૦, લેખક, જ્યોર્જ મેનવા.

‘ઈસવીસન ૨૫૦ પછી ગ્રીક તત્ત્વજ્ઞાનની તાલીમ લીધી હતી એવા ખ્રિસ્તીઓને પ્લુટોની ફિલસૂફીઓ સૌથી સારી લાગી. એટલે તેઓએ બીજા લોકોને ખ્રિસ્તી બનાવવા પ્લુટોની ફિલસૂફીઓ વાપરી.’—ધ ન્યૂ એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા (૧૯૮૮), ગ્રંથ ૨૫, પાન ૮૯૦.

‘ચર્ચો પણ એવી ફિલસૂફીઓ સ્વીકારીને શીખવવા લાગ્યા કે નરક છે અને એમાં વ્યક્તિ હંમેશ માટે પીડાય છે. દુષ્ટ વ્યક્તિ મર્યા પછી તરત જ તેનો આત્મા નરકમાં જાય છે. નરકની આગમાં તે હંમેશ માટે શિક્ષા ભોગવે છે. નરકમાં છે તેઓ કદીએ પરમેશ્વર સાથે નાતો બાંધી શકતા નથી. એ જ તેઓની સજા છે.’—કેટેકિઝમ ઑફ ધ કૅથલિક ચર્ચ, ૧૯૯૪નો અંક, પાન ૨૭૦.

બાઇબલ શું કહે છે? ‘જીવતાઓ જાણે છે કે પોતે મરવાના છે. પણ મૂએલાં કંઈ જાણતા નથી, કેમકે જે તરફ વ્યક્તિ જાય છે તે શેઓલમાં કંઈ પણ કામ, યોજના, જ્ઞાન અથવા બુદ્ધિ નથી.’—સભાશિક્ષક ૯:૫, ૧૦.

હિબ્રૂ શબ્દ શેઓલ મૃત વ્યક્તિની સ્થિતિ દર્શાવે છે. અમુક બાઇબલમાં આ સ્થિતિને “નરક” કહેવામાં આવી છે. પણ આ કલમ મૃત વ્યક્તિની સ્થિતિ વિષે શું બતાવે છે? શું શેઓલમાં વ્યક્તિએ પોતાના પાપોને લીધે ભોગવવું પડે છે? ના, કેમ કે “મૂએલા કંઈ જાણતા નથી.” અયૂબ પર સખત પીડાદાયક બીમારી આવી પડી ત્યારે તેણે ઈશ્વરને આજીજી કરી: “નરકમાં [શેઓલમાં] મારું રક્ષણ કરજે.” (યોબ ૧૪:૧૩, ડુએ રાઈમ્સ વર્ઝન) જો શેઓલ કે નરક હંમેશ માટે પીડા ભોગવવાની જગ્યા હોય તો શા માટે અયૂબે આમ કહ્યું? બાઇબલમાં નરકનો અર્થ ફક્ત સામાન્ય કબર થાય છે જ્યાં કોઈ પણ પ્રકારની ક્રિયા થતી નથી.

શું તમને લાગતું નથી કે આ સમજણ યોગ્ય અને બાઇબલની સુમેળમાં છે? જો ઈશ્વર પ્રેમ હોય, તો શું તે વ્યક્તિને પોતાનાં પાપ માટે હંમેશ માટેની પીડા આપશે? (૧ યોહાન ૪:૮) હવે જો નરકની માન્યતા ખોટી હોય તો પછી સ્વર્ગ વિષે શું? (w09 11/01)

બાઇબલની આ કલમો સરખાવી જુઓ: ગીતશાસ્ત્ર ૧૪૬:૩, ૪; પ્રેરિતોનાં કૃત્યો ૨:૨૫-૨૭; રૂમી ૬:૭, ૨૩

હકીકત:

ઈશ્વર કોઈને પણ નરકમાં સજા આપતા નથી

[પાન ૫ પર ક્રેડીટ લાઈન]

Barrators—Giampolo/The Doré Illustrations For Dante’s Divine Comedy/Dover Publications Inc.