સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

મુખ્ય વિષય | તમે ઈશ્વરના મિત્ર બની શકો છો

ઈશ્વરનો માર્ગ, સૌથી ઉત્તમ માર્ગ

ઈશ્વરનો માર્ગ, સૌથી ઉત્તમ માર્ગ

ઈશ્વર સાથે ગાઢ સંબંધ બાંધવા તમે શું કરી શકો? એ માટે આગળ જોઈ ગયા તેમ નીચે પ્રમાણે પગલાં લેવા જોઈએ.

  1. ઈશ્વરનું નામ યહોવા છે એ જાણો અને એનો ઉપયોગ કરો.

  2. યહોવા સાથે વાત કરવા દરરોજ પ્રાર્થના કરો અને બાઇબલનો અભ્યાસ કરો.

  3. યહોવાને ખુશ કરવા મહેનત કરો.

ઈશ્વર સાથે ગાઢ સંબંધ બાંધવા તેમના નામનો ઉપયોગ કરો, પ્રાર્થના કરો, બાઇબલમાંથી શીખો અને તેમને ખુશ કરવા બનતું બધું કરો

શું તમે એ પ્રમાણે કરો છો? શું તમને લાગે છે કે અમુક સુધારા કરવાની જરૂર છે? ખરું કે, એવું કરવા માટે તમારે મહેનત કરવી પડશે. પરંતુ, એનાં ઘણાં સારાં પરિણામો આવશે.

અમેરિકામાં રહેતાં જેનીફર જણાવે છે કે, ‘ઈશ્વર સાથે ગાઢ સંબંધ બાંધવા જે મહેનત કરીએ છીએ એ નકામી જતી નથી. એમ કરવાથી ઘણા આશીર્વાદો મળે છે. તેમ જ, ઈશ્વરમાં શ્રદ્ધા વધે છે અને તેમને સારી રીતે ઓળખી શકીએ છીએ. સૌથી મહત્ત્વનું તો એ છે કે, તેમના માટે આપણો પ્રેમ વધતો જાય છે. ખરેખર, ઈશ્વરનો માર્ગ, એ જ ઉત્તમ માર્ગ.’

ઈશ્વર સાથે ગાઢ સંબંધ બાંધવા યહોવાના સાક્ષીઓ તમને ખુશીથી મદદ કરશે. બાઇબલમાંથી તેઓ તમને મફત શીખવશે. તેમ જ, તમે તેઓના રાજ્યગૃહમાં જઈ શકો, જ્યાં તેઓ બાઇબલમાંથી શીખે છે. ત્યાં તમે એવા લોકોને મળશો જેઓ ઈશ્વર સાથેના પોતાના ગાઢ સંબંધને કીમતી ગણે છે. * એમ કરશો ત્યારે તમે પણ એક ઈશ્વરભક્તની જેમ અનુભવશો. તેમણે કહ્યું: “ઈશ્વર પાસે આવવું, તેમાં મારું કલ્યાણ છે.”—ગીતશાસ્ત્ર ૭૩:૨૮. (w૧૪-E ૧૨/૦૧)

^ ફકરો. 9 બાઇબલમાંથી શીખવા અથવા રાજ્યગૃહ ક્યાં આવેલું છે એ જાણવા માટે તમે આ મૅગેઝિન આપનાર વ્યક્તિ સાથે વાત કરો અથવા અમારી વેબ સાઇટ www.mt711.com/gu પર સૌથી નીચેના ભાગમાં આપેલ અમારો સંપર્ક કરો વિભાગમાં જાઓ.